કાલોલ વરવાડા રોડ પર બેફામ લાકડાં ભરેલાં ટ્રેકટરો પર જીવનું જોખમ ખેડતાઓ સામે ધૃતરાષ્ટ્ર બનેલું વહિવટી તંત્ર.

તારીખ ૨૦ જૂન
વાત્સલ્યમ્ સમચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ – ઘોઘંબા પંથકમાં બેફામ વૃક્ષ છેદન મુદ્દે તાલુકામાં ભારે રોઝ જોવા મળી રહ્યો છે. તાલુકાના માર્ગો પર ઓવરલોડ અને જોખમી રીતે લાકડા ભરી જતા ટ્રેક્ટરરો સામે તંત્ર ધ્યાન દઈ કાર્યવાહી કેમ નથી કરતું ?
કાલોલ – ઘોંઘબા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષ છેદન પ્રવૃત્તિએ ભારે માજા મુકી છે. વૃક્ષ માફીયાઓ ઊભાલીલાં વૃક્ષોને ધોળા દિવસે છેદન પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડવા છતાં તંત્ર ચૂપ ! ગણતરીના દિવસોમાં જ સરકાર દ્વારા પર્યાવરણ દિવસે લાખો રૂપિયાનો ખર્ચ કરી વૃક્ષારોપણનું વાવેતર કરવામાં આવ્યું છે. તેના જતન માટે વન વિભાગને કામગીરી સોંપવામાં આવતી હોય છે.કાલોલ – ઘોંઘબા પંથકમાં બિપરજોય વાવાઝોડાને લઈ જાહેર માર્ગો પર અનેક વૃક્ષો ધરાસય થયાં છે. જેથી વૃક્ષ માફીયાઓ ને ઘી- કેળા જોવા મળી રહ્યા છે. તો કેટલાંક વૃક્ષોનું સ્થાનિક મામલતદાર કે વનવિભાગ ની મંજુરી વગર કટિંગ થયું હોય છે. પરંતુ તંત્ર મુગા મોંઢે જોઈ રહ્યું છે. વૃક્ષ માફીયાઓ વૃક્ષનું છેદન પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણને ભારે નુક્સાન પહોંચાડી ટ્રેકટર જેવાં વાહનોમાં જોખમી રીતે લાકડા ભરી ઉપર શ્રમિકોને પણ બેસાડી જતાં હોય છે. પરંતું આવી કામગીરી ને અટકાવવા માટેની મામલતદાર ટીમ, વનવિભાગ, અને આર.ટી.ઓ ની આંખ સામેથી પસાર થતા ” દિવા તળે અંધારા” જેવી પરિસ્થિતી સર્જાઈ છે. ધીમે ધીમે વૃક્ષોનું છેદન પ્રવૃત્તિ વધતાં પર્યાવરણને કારણે વાતાવરણમાં પડતો પણ આવતો હોય છે. વૃક્ષ છેદન કરી જોખમી રીતે ટ્રેકટરમાં ભરેલા લાકડાઓ પર ક્ષમતાથી વધુ માણસો બેસાડી વાહન ચાલકો મુસાફરીનું જોખમ લેતાં હોય છે. કાલોલ તાલુકાનાં મલાવ, વરવાડા,એરાલ, રોડ પરથી સાંજના સમયે અનેક ટ્રેકટરમાં લાકડાં ભરી જતાં ટ્રેક્ટરો જોખમી બની જતાં હોય છે. જોકે આવા વૃક્ષ છેદકો બેફામ રીતે ટ્રેકટરમાં લાકડાં ભરી આર.ટી.ઓનાં કાયદાને ગોળી કરી પી જતાં હોય છે. આવાં બેફામ રીતે ટ્રેકટરમાં લાકડાં ભરી જતાં જોખમી વાહન ચાલકો પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહનનાં પૂરતાં કાગળો, તેમજ ટ્રેકટરમાં લાકડાંનાં વજન સાથે વધું માણસ બેસાડવાનાં કોનાં આશીર્વાદ ફળ્યા ? પરવાનગી આપવા અને અપાવવા પાછળ કોણ હોઈ શકે ? જેવાં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.










