કાલોલ પોલીસે બરોલા ગામે જુગાર રમતા ચાર ને ઝડપી રૂ ૧૨,૭૦૦/ નો મુદ્દામાલ કબજે કર્યો

તારીખ ૨૦ જૂન
વાત્સલ્યમ્ સમચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જેડી તરાલ પોલીસ સ્ટાફ સાથે સોમવારની રાત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને મળેલ કે કાલોલ તાલુકાના બરોલા ગામે ભાથીજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો સ્ટ્રીટ લાઈટ ના અજવાળે ગોળ કુંડાળું કરી પાના પત્તા વડે પૈસાથી હાર જીત નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે બનાવ વાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા સમૂહ પોલીસને જોઈને નાસવા લાગેલ પોલીસે દોડીને ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રૂ ૬,૮૦૦/ તથા પકડાયેલ ઈસમો ની અંગ જડતી કરતા રૂ ૫,૯૦૦/ કુલ મળીને રૂ ૧૨,૭૦૦ તથા પાના પત્તા ની કેટ નો મુદ્દામાલ કબજે કરી કલ્પેશકુમાર વિક્રમસિંહ રાઠોડ,બહાદુરસિંહ નરવતસિંહ જાદવ, નિતેશકુમાર અરવિંદભાઈ પરમાર, જીગરકુમાર જીતેન્દ્રસિંહ રાઠોડ ની સામે જુગારધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.










