KALOL(Panchamahal)PANCHMAHAL

એરાલ પાસે મોટરસાયકલ ને ટકકર મારતા ઈટો ના ભઠ્ઠા પર કામ કરતા મહિલાનુ સારવાર દરમ્યાન મોત.

તારીખ ૧૯ જૂન

વાત્સલ્યમ્ સમચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના એરાલ ગામના ઈંટો ના ભઠ્ઠા પર મજુરી કરતા કનેશભાઈ તંબોલિયા અને તેમના ફોઈ ખાપરીબેન અને તેમનો પાંચ વર્ષીય દીકરો રાકેશ એમ ત્રણ ઈસમો મજૂરીના નાણા મળતા કપડા લેવા માટે માટે મોંખલ થી મોટરસાયકલ લઈને નીકળ્યા હતા ત્યારે મોખલ અને એરાલ ગામ નજીક રોડ વચ્ચે એક સ્વરાજ ટ્રેકટર ચાલક પોતાનુ ટ્રેકટર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતા મોટરસાયકલ ને ઓવરટેક કરવા જતા મોટરસાયકલને જમણી બાજુએ સ્ટિયરિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને તમામ રોડ પર ફંગોળાઈ ગયા હતા જેમાં મોટરસાયકલ ચાલક ને જમણા હાથે કોણીના ભાંગે ઈજાઓ થઈ હતી જ્યારે રાકેશને શરીરે મૂઢ ઈજાઓ પહોંચી હતી તેમજ ખાપરીબેન ને માથાના ભાગે કપાળ ની ઊપર વચોવચ ગંભીર ઈજાઓ થતા લોહી નિકળતું હતુ અને બરડા ના ભાગે પણ ઈજાઓ પહોંચી હતી અકસ્માત ની જાણ થતા તેઓના સગા સંબધિઓ અને ભઠ્ઠા નાં માલીક કાસિમભાઈ સ્થળ ઉપર પહોંચી ગયા હતા ઇજાગ્રસ્ત ખાપરીબેન અને તેઓ નાં પુત્ર રાકેશ ને ૧૦૮ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા તેમજ મોટરસાયકલ ચાલક ને થોડી ઈજાઓ થતા ખાનગી દવાખાને સારવાર કરાવેલ ખાપરીબેનને વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા ટ્રેકટર માલિકના નામ આધારે વેજલપુર પોલીસ મથકે નંબર વગરના અજાણ્યા ટ્રેકટર ચાલક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button