HALOLPANCHMAHAL

હાલોલ ક્ષત્રિય કરણી સેનાના હોદ્દેદારોને સંગઠનની જવાબદારી અંતર્ગત સપથ પદ ગ્રહણ એનાયત કાર્યક્રમ યોજાયો.

તા.૧૮.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ સર્કિટ હાઉસ ખાતે આજ રોજ હાલોલ,કાલોલ,ઘોઘંબા તેમજ ગોધરા અને સમગ્ર પંચમહાલ જીલ્લા ના કરણી સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત યુવા અધ્યક્ષ લખન સિંહ દરબાર તથા પંચમહાલ જીલ્લા અધ્યક્ષ નરેન્દ્રસિંહ પરમાર ગુજરાત પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ તેમજ સંજયસિંહ રાવ દ્વારા સન્માનિત કરી અલગ અલગ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તાર ના પદ એનાયત કરાયા હતા.ત્યારબાદ દરેક કાર્યકર્તાઓએ ને પદ એનાયત બાદ સપથ ગ્રહણ કરવામા આવેલ અને ત્યારબાદ સમાજ ના યુવાઓ ને વ્યસન મુક્ત થઈ આવનાર સમય દરમિયાન દરેક તાલુકાએ અને જીલ્લા કક્ષાએ આવા કાર્યક્રમ અંતર્ગત જાગૃતતા લાવવા આયોજન થનાર છે.જે ક્ષત્રિય સમાજ મા હાલોલ વિસ્તાર ખાતે સમાજ વાડી વિશે માર્ગદર્શિત કરી યોગ્ય જગ્યાએ સ્થિત કરવાની વિચારણા થઈ હતી.જેનાથી ક્ષત્રિય સમાજ ના લગ્ન પ્રસંગ જેવા કાર્યક્રમ કરવામા અગવળતા ન રહે અને સમસ્ત હાલોલ ક્ષત્રિય સમાજ વાડીનો લાભ લઈ શકે તેવી પણ વિચારણા કરવામા આવી હતી.આજના કાર્યક્રમ મા ૧૬૫ જેટલા સમાજ ના અગ્રણીઓ તેમજ યુવાઓ હાજર ઉપસ્થિત રહ્યા હતા.આવનાર ટુક સમય દરમિયાન ઘોંઘબા ખાતે ક્ષત્રિય કરણી સેનાની બેઠક સાથે પદ ગ્રહણ એનાયત કરવામા આવશે ત્યારબાદ પંચમહાલ જીલ્લા ના દરેક તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજાશે તેમ જણાવેલ છે.આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત યુવા અધ્યક્ષ લખન સિંહ દરબાર તથા ગુજરાત પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ અને સંજય સિંહ રાવ તેમજ પંચમહાલ જીલ્લા અધ્યક્ષ નરેન્દ્રસિંહ પરમાર તથા હાલોલ, કાલોલ,ગોધરા સહિત તાલુકાના પ્રમુખ ઉપ પ્રમુખ સહીત આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button