KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ઈનોક્ષ કંપની કેનાલ નજીક થી રાત્રી દરમ્યાન પસાર થતો મહાકાય મગર.લોકોમાં ભય નો માહોલ

તારીખ ૧૮/૦૬/૨૩

વાત્સલ્યમ્ સમચાર

સાજીદ વાઘેલા કાલોલ 

શનીવારે રાત્રે કાલોલ ની ઈનોક્ષ કંપની નજીક આવેલ નર્મદા મેઈન કેનાલ નજીક થી સરીયામ રોડ વચ્ચે થી મહાકાય મગર બિન્દાસ્ત રીતે ધીમા પગલે પસાર થતો હતો આજ સમયે એક કાર ચાલક ત્યાથી પસાર થતા હોય તેઓએ મહાકાય મગર જોતા પોતાની કાર ધીમી ગતિએ ચલાવી મગર ની પાછળ પાછળ કાર ચલાવી પોતાના મોબાઈલ વડે મગર નો વિડિઓ ઉતારી લીધો સામાન્ય મગર કરતા સાવ અલગ જોવા મળેલ આ મગર ખુબ જ ધીમી ગતિએ ચાલતો જોવા મળેલ મેઈન કેનાલ નજીક થી મગર બહાર નીકળી જતા સ્થાનિકો મા પણ ભય નો માહોલ જોવા મળે છે ચોમાસા દરમિયાન પાણી ની આવક વધી જાય ત્યારે મગર માનવ વસવાટ ની નજીક આવી જતા જોવા મળે છે.

 

[wptube id="1252022"]
Back to top button