HALOLPANCHMAHAL

હાલોલ મુસ્લિમ સ્ટુડન્ટમાં ઇસ્લામિક નોલેજની જાગૃતિ કેળવવા માટે સ્પર્ધા યોજાઇ,૩૦૦ ઉપરાંત વિધાર્થીઓએ ભાગ લીધો

તા.૧૮.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

આજે મુસ્લિમ સ્ટુડન્ટમાં દુન્યવી જ્ઞાન ની સાથે સાચું દીની જ્ઞાન હોવું ખુબ જરૂરી છે.અને જેના માટે વાલીઓ અને બાળકોમાં દીની જ્ઞાનમા વધારો કરવા માટે એક વિચાર કરવામાં આવ્યો જેના ભાગરૂપે ઇસ્લામિક નોલેજ સ્પર્ધાનું આયોજન સમસ્ત હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં તેમજ સાથે સાથે વાલીઓમાં પણ ઇસ્લામિક જ્ઞાન વધે.અને વિસ્તારમાં ઇસ્લામિક સ્પર્ધા બાબતની જાગૃતિ આવે તે આશયથી રવિવારના રોજ આ સ્પર્ધા યોજાઈ હતી.સ્પર્ધામાં હાલોલના વિવિધ મદ્રેશાઓમાં પઢતા ૩૦૦ ઉપરાંત બાળકોએ નામ નોંધણી કરાવી અગાઉ પરીક્ષા બાબતની તૈયારી કરી હતી.જેઓની પરિક્ષાનુ લેખિત વિકલ્પવાળું પ્રશ્નપત્રક આજરોજ બહાર પાડી દરેક બાળકને આપવામાં આવ્યુ હતું અને બાળકોએ ઉત્સાહભેર લખ્યું હતું.જેમાં હાલોલના મદ્રસએ ગુલશને બગદાદ, નૂરાની મસ્જિદ, મદ્રેશાએ નુરુલ ઇસ્લામ તેમજ કુબા મસ્જિદ ખાતે બાળકોની સ્પર્ધા યોજાઈ હતી.આ પરિક્ષામાં હાલોલના મુસ્લીમ અગ્રણીઓની હાજરીમા બાળકો દ્વારા ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાં ૧૦૦ માર્ક્સનું વિકલ્પવાળું પેપર લેવાયું હતું.આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને આગામી દિવસોમાં ઈનામ વિતરણ પણ કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button