હાલોલ-જિલ્લા એલસીબી અને હાલોલ ટાઉન પોલીસનું સંયુક્ત ઓપરેશન,૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

તા.૧૭.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
ગોધરા એલ.સી.બી.તેમજ હાલોલ ટાઉન પોલીસે ના સંયુક્ત ઓપરેશન હાથધરી પ્લાસ્ટિકની પાઇપો ની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારુની 3480 બોટલો રૂ. 8,26,440/- નો જથ્થા સાથે બે આરોપીઓ ને ઝડપી પાડી 10 લાખ ની આઇસર ગાડી 9,78,468/- ની પ્લાસ્ટીક ની પાઇપો ના જથ્થા સાથે કુલ રૂ.28,05,408/-માં મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રી એ ગોધરા એલ.સી.બી. પોલીસ ની ટીમ તેમજ હાલોલ ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન પોલીસ ને બાતમીદારો દ્વારા પાક્કી બાતમી મળી હતી કે હરિયાણા થી એક આઇસર ટેમ્પોમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ ના જથ્થાની હેરાફેરી થનાર છે જે ટેમ્પો હાલોલ થી પસાર થવાનો છે. તે બાતમી ના આધારે બંને પોલીસ ની ટીમ એ જુદી જુદી ટુકડીઓ બનાવી બાતમી વાળી ટેમ્પો આઇસર ની વોચમાં હતા દરમ્યાન રાત્રીના 11.30 કલાકે જી.આઈ.ડી.સી.વિસ્તારમાં સફારી ચોકડી પાસે બાતમી વાળી આઇસર આવતા તેને રોકી તપાસ કરતા તે ટેમ્પોમાં પ્લાસ્ટીક ની પાઇપો નો જથ્થો ભરેલો હતો જેથી પોલીસ અવઢવમાં મુકાઈ ગઈ હતી.પાક્કી બાતમી હોવાને લઇ આઇસર ની લંબાઈ માપતા અને પાઇપની સાઈઝ જોતા શંકાની સોય મળી હતી જેથી પોલીસે પાઇપો ઉતારી ટેમ્પા માં બનાવેલ ચોરે ખાનનો દરવાજો મળી ન આવતા તેને કટર થી કપાવી જોતા તેમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારુ નો જથ્થો મળી આવ્યો હતો. રાત્રે વરસાદ પડતા કામગીરી બંધ રાખી આજે ગણતરી કરતા બપોર બાદ ગણતરી પૂર્ણ થતા તેમાંથી દારુની ની 3480 બોટલો રૂ. 8,26,440/- નો જથ્થો મળી આવતા ટેમ્પામાં સવાર ગુરમતસિંઘ મખાનસિંઘ ઉ.વ.40 તથા રણબીરસિંઘ અજિતસિંઘ ઉ.વ.60 બંને રહે.નલખેડી કરનાલા હરિયાણા ની પૂછપરછ કરતા તેઓ હરિયાણા થી નીકળ્યા હતા.ક્યાં પહોંચવાનું હતું તે નક્કી ન હતું તે મોબાઇલ થી સંપર્કમાં રહેતા હતા.પોલીસે 8,26,440/- નો વિદેશી દારુ 10 લાખ ની આઇસરગાડી 9,78,468/- ની પ્લાસ્ટીક ની પાઇપો ના જથ્થા સાથે કુલ રૂ.28,05,408/- માં મુદ્દામાલ કબ્જે કરી ગુરમતસિંઘ મખાનસિંઘ,રણબીરસિંઘ અજિતસિંઘ તેમજ માલ મોકલનાર ત્રણ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.











