OLPADSURAT

ઓલપાડ તાલિકાની કોબા પ્રાથમિક શાળા માં વ્યસન મુક્તિ પ્રદર્શન યોજાયું.

દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને શરીરને નુકસાન પહોંચાડતી વસ્તુઓથી દૂર રહે. આ જ કારણ છે કે વિશ્વ તમાકુ નિષેધના દિવસે ઘણા જાગૃતિ અભિયાનો દ્વારા તમાકુના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવે છે અને તેનાથી શરીરમાં થનાર જીવલેણ પ્રભાવો અંગે સમજાવવામાં આવે છે. આવા સમયમાં જ્યારે ઘાતક કોરોના વાયરસ આપણા ફેફસાને નુકસાન પહોંચાડી રહ્યો છે અને આપણને મૃત્યુ અને નિરાશા તરફ દોરી રહ્યો છે, ત્યારે હવે વધુ જરૂરી બન્યું છે કે આપણે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી કાળજી રાખીએ. ત્યારે એક સ્વસ્થ અને વ્યસન મુક્ત જીવન જીવવા માટે તમને અમુક પ્રાકૃતિક નુસખાઓ ઉપયોગી બનશે.

તમાકુનું સેવન કરનારને ધુમ્રપાન કરવાની ઇચ્છા ખૂબ થાય છે. એટલે જો તમે વ્યસન છોડવા માંગો છો તો આ વસ્તુ માટે તમારે સ્વયંને તૈયાર કરવા જોઇએ અને તેના પર અડગ રહેવું જોઇએ કે તમારે ધુમ્રપાનથી મુક્તિ મેળવવી છે. આવામાં તમારી દ્રઢ ઇચ્છાશક્તિ તમારી મદદ કરી શકે છે. તમારી ઇચ્છાશક્તિ જેટલી મજબૂત હશે તેટલી જ સરળતાથી તમે નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકશો. તમારો નિર્ણય ન બદલો અને દ્રઢતાથી તેના પર કાયમ રહો.
એક વખત તમે તમાકુ-ધુમ્રપાન છોડવાનો નિર્ણય કરો છો તો પછીનું સ્ટેપ છે એક તારીખ નક્કી કરો. તે તારીખ નક્કી કરો જ્યારે તમે ધુમ્રપાનની આદતથી સંપૂર્ણ મુક્તિ મેળવી લેશો. ઉદાહરણ તરીકે મોટા ભાગના ધુમ્રપાન કરતા લોકો બે મહિના પછીની એક તારીખ નક્કી કરી શકે છે. દરરોજ અથવા નક્કી કરેલા દિવસોના અંતરે સિગરેટ પીવાની સંખ્યા ઓછી કરો અને અંતિમ સપ્તાહમાં સિગરેટની સંખ્યા ન્યૂનતમ અથવા શૂન્ય રાખવી. ધુમ્રપાનની આદતમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા એક દિવસ નક્કી કરવાથી વ્યક્તિ ધીમે-ધીમે ધૂમ્રપાન ઓછું કરવા અને સંગઠિત રીતે લક્ષ્ય સુધી પહોંચી શકે છે.
આજના આ દિવસે તાલુકા ના ઉપ પ્રમુખ જશુબેન અને ગામના સરપચશ્રી દિલિપભાઈ ઉપસ્થિત રહ્યા.શાળાના આચાર્યશ્રી ડો.ધર્મેશ પટેલે જણાવ્યું કે બાળકોને બાળપણથી વ્યસન મુક્ત રહેવા સમજાવ્યું.

[wptube id="1252022"]
Back to top button