HALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢ બે દિવસ માટે સજ્જડ બંધ,બિપરજોય વાવાઝોડાને લઈ ડુંગર ઉપર જવાના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા

તા.૧૫.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ના મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ગુરૂવારના રોજ તેમજ શુક્રવાર બપોર સુધી બીપરજોય વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને લઈને આજે બપોરે ૧૨, કલાક થી નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે બંધ કરાતા લાખોની સંખ્યા માં ભક્તોના કીડીયારાથી ઉભરાતો પાવાગઢ ડુંગર ભક્તો વિના સૂનો ભાસતો હતો.છેલ્લા દસ દિવસથી ગુજરાત પર વાવાઝોડા ના સંકટના વાદળો ઘેરાયા હતા તે વાવાઝોડું ગુરૂવાર ના રોજ ગુજરાત ખાતે લેન્ડફોલ થવાનું હોય જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ તેમજ વાવાઝોડાની સંભાવનાઓના પગલે જાહેર તેમજ ધાર્મિક સ્થળો પર લોકોની સુરક્ષા ને ધ્યાનમાં લઇ વહીવટી તંત્ર સર્જ થઈ ગયું છે.દરિયા કિનારા વિસ્તારના લોકોને સજાગ રહેવા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. જ્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા ને ધ્યાનમાં લઇ નિજ મંદિરના દ્વાર ભક્તોના દર્શનાર્થે બંધ રખાતા પાવાગઢ ડુંગર પર ભક્તો વિના સુનકાર જોવા મળ્યો હતો.પાવાગઢ ડુંગર પર તેમજ મંદિર પરિસરમાં બે વર્ષ પહેલા ના લોકડાઉન જેવો માહોલ જોવા મળતો હતો.સાથે સાથે તંત્ર દ્વારા પાવાગઢ તળેટી ખાતે માચી જવાના મુખ્ય માર્ગ પર બેરીકેટિંગ કરી વાહનો ડુંગર પર જતા બંધ કરવામાં આવ્યા હતા જ્યારે પાવાગઢ ડુંગર પરના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે તેઓના ધંધા રોજગાર બે દિવસ બંધ રાખવામાં આવ્યા છે.અને ડુંગર પર યાત્રાળુઓની સુવિધા માટે ચલાવવામાં આવતો રોપવે પણ તા.૧૬ જૂન સુધી બંધ રાખવામાં આવનાર છે.જોકે તા.૧૭ ના રોજ સવારમાં વાતાવરણ નો અભ્યાસ કર્યા બાદ રોપ વે સેવા ચાલુ કરવામાં આવનાર હોવાનું તેઓના સંચાલકો દ્વારા જણાવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button