
મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓ 16 અને 17 બે દિવસ બંધ રહેશે..માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક 16 તારીખ સુધી બંધ રહેશે,
શાળાઓમાં અગાઉ રજા જાહેર કરવામાં આવી હતી જોકે હજુ પણ સ્થિતિ જોખમી હોવાથી વધુ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ પ્રાથમિક શાળાના આચાર્યને સુચના આપી જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને વિદ્યાર્થીઓની સલામતી માટે અગાઉ ૧૪ અને ૧૫ જુનના રોજ શાળામાં રજા જહર કરવામાં આવી હતી જોકે હજુ પણ સ્થિતિને ધ્યાને રાખીને જીલ્લાની તમામ પ્રાથમિક શાળામાં તા. ૧૬ અને ૧૭ જુનના રોજ રજા જાહેર કરવામાં આવે છે જેથી બે દિવસ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા નહિ
અને શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોને હેડ ક્વાર્ટર પર ફરજીયાત હાજરી આપવાની રહેશે અને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને કામગીરી કરવાની રહેશે સમયગાળા દરમિયાન કોઈપણ કર્મચારીની રજા મંજુર કરવાની રહેશે નહિ તેમ જણાવ્યું