LUNAWADAMAHISAGAR

લુણાવાડા ની સામાજિક મહિલા કાર્યકર ને “બ્રહ્મ મહિલા ગૌરવ એવોર્ડ -2023” થી સન્માનિત કરાઈ.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

લુણાવાડા ની સામાજિક મહિલા કાર્યકર ને “બ્રહ્મ મહિલા ગૌરવ એવોર્ડ -2023” થી સન્માનિત કરાઈ.

દુર્ગાધામ વિકાસ સંસ્થા દ્વારા બ્રહ્મ મહિલા ગૌરવ એવોર્ડ નો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં લુણાવાડા ના સામાજિક મહિલા કાર્યકર સોનલબેન પંડ્યા ની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. સોનલબેન પંડ્યા એ જિલ્લા માં મહિલા ઓ ની અને દિકરીઓ ની સુરક્ષા, સલામતી ને લઈને 85 જેટલી શિબિરો માં પ્રત્યક્ષ હાજર રહી ને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.32000 જેટલી દિકરીઓમાં ગુડ ટચ બેડટચ અવેરનસ કેમપેઈન ચલાવી માહિતી આપેલ છે. મહિલાઓ અને દિકરીઓ ની દુઃખદ પરિસ્થિતિ માં તેમના ઉત્થાન માટે તેઓ હંમેશા તત્પર રહે છે.

[wptube id="1252022"]
Back to top button