જિલ્લા માહિતી કચેરી ભરૂચ દ્વારા સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાને જન જન સુધી વાચા આપતા નાટકના કાર્યક્રમો યોજાયા.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩
જિલ્લા માહિતી કચેરી ભરૂચ દ્વારા સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાને જન જન સુધી વાચા આપતા નાટકના કાર્યક્રમો યોજાયા.
શિક્ષિત અને વિકસિત નાગરિક રાષ્ટ્રની પ્રગતિ છે તે વાતના સૂર સાથે”મારે ભણવું છે” થીમ પર નાટક ભજવાયું.
જિલ્લા માહિતી કચેરી ભરૂચ દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૩ અંતર્ગત પૂર્વી સેવા ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર તાલુકાની પીરામણગામની પ્રાથમિક શાળામાં”મારે ભણવું છે” થીમ પર નાટક ભજવાયું હતું.

જયારે જુના દીવા કુમાર અને કન્યા શાળા દ્વારા ભાથીજી મંદિર સત્સંગ હોલમાં મારે ભણવું છે નાટક ન્યૂ થિયેટર દ્વારા ભજવાયું હતું.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ દીપ પ્રાગટ્ય,મહેમાનોનું સ્વાગત ગીત અને મહેમાનોનું સન્માન બાદ નામાંકન થયેલા નાના નાના ભૂલકાઓનું કુમકુમ તિલક કરી આવકાર્યા હતા. બાળકોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
નાટકમાં શકરો અને શકરીની અભણ મજૂરી કરતાં મા-બાપની વાત,સ્વછતા, શૌચાલય, વ્યસનની બદી માંથી મુક્તિની વાતની સાથે સાથે ભણતરનું મહત્વ, કન્યા કેળવણી અને જીવનમાં વ્યક્તિ માટે અને રાષ્ટ્ર ની ઉન્નતિ માટે શિક્ષણ જરૂરી છે. કોઇ પણ દેશનો આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ તે દેશના લોકોને મળેલ શિક્ષણ પર આધારિત છે. શિક્ષિત અને વિકસિત નાગરિક રાષ્ટ્રની પ્રગતિ છે તે વાતનો સૂર “મારે ભણવું છે” નાટકનો હતો.
આ કાર્યક્રમોમાં ઉપસાચિવ, મુખ્ય મંત્રી કાર્યાલય મનોજભાઈ જેઠવા, ચેરમેન જિલ્લા આરોગ્ય કચેરી ભરૂચના આરતીબેન પટેલ, પ્રમુખ રોટરી કલબ ઓફ ભરૂચ, પ્રાથમિક શિક્ષણ તેમજ બી. આર.સી. કો ઓર્ડીનેટર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
બોક્ષ:-
″મારે ભણવું છે″નું નાટ્ય લેખન અને દિગ્દર્શન ભરત પંચોલીનું હતું. ભરત પંચોલી(શકરો) સુનિતા દુસાને (શકરી), રશ્મિ એન્જિનિયર (સેવિકા), નીરુ વ્યાસ( જશિ) શૈલેષ સોલંકી (રઘલો)અને ગંગારામ મકવાણાએ નાટકમાં રસપ્રદ અભિનય કરી”મારે ભણવું છે” નાટક મનોરંજન સાથે ભણતરનું મહત્વ સાથે સાથે સરકારશ્રીની પ્રશંસનીય કામગીરીને જન જન સુધી વાચા આપવામાં આવી હતી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ








