HALOLPANCHMAHAL
પાવાગઢ:તા.૧૫ જૂનના બપોરે ૧૨ વાગ્યાથી તા.૧૬ જૂન બપોરે ૧૨ વાગ્યા સુધી પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

તા.૧૪.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ કાલિકા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ‘બિપરજોય’ વાવાઝોડાને અનુલક્ષીને આવતીકાલે તારીખ ૧૫ જૂન ૨૦૨૩ના બપોરે ૧૨ વાગ્યાથી લઈને તારીખ ૧૬ જૂન બપોરે ૧૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પાવાગઢ મહાકાળી મંદિર બંધ રહેશે જેની નોંધ લેવા માઈ ભક્તોને અનુરોધ કરાયો છે.પવનની તીવ્રતાને ધ્યાનમાં લઈને નિર્ણય કરાયો છે,હવે પછી આગળની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી સૂચના જાહેર કરાશે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

[wptube id="1252022"]









