
તા.૧૩.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ તાલુકાની ગંગા તલાવડી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી 2023 તથા શાળા સ્થાપના દિવસની ત્રિવેણી સંગમની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય ડો.નિરાલીબેન સોનીના નેતૃત્વ હેઠળ પ્રાર્થના સ્વાગત ગીત,દીપ પ્રાગટ્ય અને કેક કાપી કરી ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થીઓનું સન્માન સ્ટુડન્ટ ઓફ ધ યરનું સન્માન તથા દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સરપંચ,દાતાઓ,એસએમસી અધ્યક્ષ તથા સભ્યો પે સેન્ટર આચાર્ય કમલેશભાઈ પંડ્યા અન્ય શાળાના આચાર્ય,શિક્ષકો, ગ્રામજનો તથા વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમનો શાળાના આચાર્ય ડો.નિરાલીબેન સોનીએ હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
[wptube id="1252022"]