KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના ખેડા ફળિયા વાછાવાડ ખાતે ઝેરી દવા પી જતા એક ઈસમનું સારવાર દરમિયાન મોત.

તારીખ ૧૨ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે ચલાલી રોડ ઉપર રહેતા રેખાબેન હસમુખભાઈ બારીયા ( નાયક) દ્વારા વેજલપુર નોંધાવેલી જાહેરાત ની વિગતો જોતા હસમુખભાઈ મંગળભાઈ બારીયા (નાયક) જીઓ દારૂ પીવાની ટેવ વાળા હોવાથી દારૂ પીને ગાળો બોલતા હોવાથી રેખાબેન તેઓને ગાળો બોલવાની ના પાડતા હસમુખભાઈ ને મનમાં ખોટું લાગી આવતા છાપરામાં મુકેલ અનાજમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી જતા તેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે દવા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત તા ૧૧/૦૬ ના રોજ તેઓનું મરણ થતાં વેજલપુર પોલીસ મથકે રેખાબેન ને નોંધાવેલી જાહેરાત મુજબ પોલીસે સીઆરપીસી ૧૭૪ મુજબ નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]









