
૧૦૦ ટકા એન્ટ્રી અને ખોટા આંકડાઓ ની ચાલતી માયાજાળ!?
૧૦ જુન વાત્સલ્યમ સમાચાર
નિલેશ સોલંકી
રાજકોટ જિલ્લા મા આઇ. સી. ડી. એસ. વિભાગ મા ૧૦૦ ટકા એન્ટ્રીઓ ની ખેંચતાણ ચાલી રહી છે પછી એન્ટ્રીઓ આંગણવાડી વર્કરો, મુખ્યસેવીકા, એન. એન. એમ. કોડીનેટર, પાપા પગલી ઈન્ફ્રાસ્ટ્રકચર, ડીસમો કોડીનેટર, સી. ડી. પી. ઓ. કરે કે કોઈ પણ કરે ખોટી કરો સાચી કરો પણ ૧૦૦ટકા કરી આપો કોઈ પણ કરો પણ કરી આપો એટલે જિલ્લા કક્ષાના અધિકારી ની રાજ્યકક્ષા એ વાહવાહ થાય પણ સાચી એન્ટ્રીઓ ૧૦૦ ટકા થઈ શકે ખરી?
પોષણ ટ્રેકર મા એન્ટ્રી ને લગતી કોઈ બાબત હોય જેમ કે બાળકો ના વજન ઊંચાઈ હોય. બાળકો હાજરી હોય મમતા દિવસ હોય મંગળદીન ઉજવણી હોય કે આધાર ની એન્ટ્રી ઓ હોય કે અન્ય કોઈ પણ એન્ટ્રી ઓ હોય ગમે તે ઓનલાઇન એન્ટ્રી ઓ હોય સાચી કરો ખોટી કરો બાકી કરો ૧૦૦ ટકા પૂરી શૂ ૧૦૦ ટકા એન્ટ્રીઓ થી કુપોષણ દૂર થશે? ૧૦૦ ટકા એન્ટ્રીઓ થી લાભાર્થીઓને પૂરતુ ટેક હોમ રાશન લાભ મળતો હશે?
જો આ બાબતે રાજ્ય સરકાર એક ટેકનીશયન સાથે રેકોર્ડ આધારિત તમામ પાસા થી તપાસ કરે ઘણી બધી ખોટી એન્ટ્રીઓ અને ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.
શૂ આખા જિલ્લામા એક પણ બાળક ગેર હાજર નહી રહેતુ હોય? આખા જિલ્લા બધા લાભાર્થીઓને સરકાર માથી આવતા પૂરતા લાભો દર મહિને મળી જ રહેતા હશે? બધે મંગળદીન ઉજવણી થઈ જ જતી હશે? લાલ, લીલા, પીળા, મા અટવાઈ ગઈ છે એન્ટ્રી ઓ પણ ગ્રાઉંડ લેવલે શુ ચાલે છે એના હારે કોઈ મતલબ નથી જવાબદાર અધિકારીઓ ને ફકત ૧૦૦ ટકા એન્ટ્રી હોવી જોઈએ!!