
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચિકાર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની આજુબાજુની જગ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જે માટે વિવિધ વૃક્ષોના રોપાઓ ચીચીનાગાંવઠા દ. ડાંગ વનવિભાગની નર્સરીમાંથી લાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે શપ્તપર્ણી, ગુલમોર, કરંજ, આસોપાલવ, બદામ વગેરે રોપાઓ રોપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં (આર એફ.ઓ) જી. એસ. ભોયે તથા તેમની ટીમ શાળામાં ઉપસ્થિત રહી હતી. તેમજ શાળાના સ્ટાફ, વિદ્યાર્થીઓ સાથે મળીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગ્રામજનો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેઓના હસ્તે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને શપથ લેવડાવ્યા હતા. રોપાઓનું જતન ગામના યુવાનો દ્વારા કરવામાં આવશે અને સંપૂર્ણ સાચવવાની જવાબદારી માથે લીધી હતી. આમ આજુબાજુમાં વિવિધ વૃક્ષોનાં રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.





