HALOLPANCHMAHAL

હાલોલ:અભેટવા ગામે કાચા મકાનમાં આગ લાગતા સરસામાન બળીને ખાખ થયો, ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

તા.૬.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ તાલુકાના અભેટવા ગામે ગત રાત્રે એક કાચા મકાન માં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી હતી.ઘરમાં રહેલો તમામ સમાન આગ માં સ્વાહા થઈ જવા પામ્યો હતો સદનસીબે ઘરના પાંચ સભ્યો બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થવા પામી ન હતી.આગ લાગવાની જાણ ફાયર ફાઈટર ની ટીમને કરવામાં આવતા હાલોલ ફાયર ફાઈટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે ત્યાં સુધીમાં આખું ઘર આગમાં સ્વાહા થઈ ગયું હતું.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી,પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.હાલોલ તાલુકાના ના અભેટવા ગામે મહાકાળી ફળિયામાં રહેતા અને ખેતી કરી જીવન નિર્વાહ કરતા રંગીતભાઈ રાયસીંગભાઇ પરમાર ઉર્ફે કાળુભાઈ ના મકાન માં ગત રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. અચાનક આગ લાગતા ઘર માં રાખેલો પશુઓ માટે નો ઘાસ ચારો સળગી ઉઠ્યો હતો, અને જોત જોતા માં તમામ ઘરવખરી આગ ની ઝપટ માં આવી જતા ખેડૂત ને ભારે નુકશાન થવા પામ્યું છે. આગ લાગવાની ઘટના દરમ્યાન ઘર માં કાળુભાઇ અને તેમના બે દીકરા અને એક દીકરી સહિત તમામ લોકો પહેરેલા કપાળે બહાર દોડી આવતા કોઈ જાનહાની થઈ નથી.મકાન માં આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ જાણકારી નથી પરંતુ શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. પતરાવાળા કાચા મકાનમાં આગ લાગતા ઘરમાં રહેલી ઘરવખરી, કબાટ ટેબલ, ખુરશીઓ, તિજોરી, કપડાં તથા ઇલેક્ટ્રિક ઉપકરણો, અનાજ, રોકડ તમામ ચીજ વસ્તુઓ આગની ઝપટ માં આવી જતા સ્વાહા થઈ જતા ખેડૂત ને ભારે નુકશાન થવા પામ્યું છે.

[wptube id="1252022"]
Back to top button