
તા.૫.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના કંજરી રોડ ઉપર આવેલ જ્યોતિનગર થી ભરોના તળાવ જવાના રસ્તા ઉપર તે વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવેલા દબાણો આજે પાલીકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.હાલોલ નગર માં કેટલાક વિસ્તારોમાં ઘણી જગ્યાઓ ઉપર મકાન માલીકો તેમજ દુકાનદારો એ પોતાના ઘરો તેમજ દુકાનોની બહાર ગેર કાયદેસર દબાણો કર્યા હોવાં અંગેની ફરીયાદો જોવા મળે છે.જેમાં નગરના કંજરી રોડ ઉપર આવેલ જ્યોતિનગર થી ભારોના તળાવ જવાના રસ્તા ઉપર કેટલાક મકાન માલીકો એ પોતાના મકાન દુકાનની આગળ પાકા દબાણો કરી અવર જવર કરવા માટે રસ્તો સાંકડો કરી દીધેલ તેમજ તેઓ દ્વારા કરેલા દબાણો ને લઇ આ વિસ્તારોમાં વરસાદી પાણી નો પણ યોગ્ય નિકાલ થતો ના હોવાથી આ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાંથી તે વિસ્તારોમાં અવર જવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવાનો વારો આવતો હોવાથી કેટલીક ફરીયાદો આવતા વહીવટી તંત્ર સજાગ બની આજે પાલીકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકર સહીત પાલીકાની ટીમ જેસીબી લઇ જ્યોતિનગર થી ભારોના તળાવ જવાના રસ્તા ઉપર આવતા તમામ દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરી ને લઇ તે જગ્યા ઉપર લોકટોળા થઇ ગયા હતા.જોકે આ સમયે જેના પાકા ઓટલા દીવાલો તૂટતાં લોકો પણ આક્ષેપો કરી જણાવ્યું હતું કે અમારું ગેરકાયદેસર દબાણ હોય તો તોડો પણ નગર માં આવા કેટલાય દબાણો છે.તે પણ તોડજો તેવું જણાવ્યું હતું.જોકે આજ ની આ દબાણો દૂર કરવાની કામગીરી ને લઇ નગરમાં જે લોકોએ આવા દબાણો કર્યા છે. તેવા લોકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.જોકે નગરજણો ઈચ્છી પણ રહ્યા છે કે આવા દબાણો નગરના તમામ વિસ્તારોમાં દૂર થાય.