કુશ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા, આંદોલનથી પીછેહઠ કરી નથી કરી રહ્યા.

કુશ્તીબાજ સાક્ષી મલિક અને બજરંગ પુનિયા રેલ્વેમાં તેમની નોકરી પર પાછા ફર્યા છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને બજરંગ પુનિયાને ભારતીય રેલ્વેમાં OCD (સ્પોર્ટ્સ) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ આંદોલનથી પીછેહઠ કરી નથી કરી રહ્યા. સાક્ષી મલિકે સોમવારે (5 જૂન) કહ્યું, “અમે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. તે સામાન્ય વાતચીત હતી, અમારી માત્ર એક જ માંગ છે અને તે છે તેમની (બ્રિજભૂષણ સિંહ) ધરપકડ કરો.”
સાક્ષી મલિકે કહ્યું, “મેં દેખાવોથી પીછેહઠ કરી નથી, મેં રેલ્વેમાં ઓએસડી તરીકે મારું કામ ફરી શરૂ કર્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કતા રહીશું. અમે પીછેહઠ નહીં કરીએ. તેણે (સગીર છોકરી) એ કોઈ એફઆઈઆર પાછી ખેંચી નથી, આ તમામ અહેવાલ ફેક છે.
સાક્ષી મલિકે ધરણામાંથી ખસી જવાના અહેવાલોને ખોટા ગણાવ્યા અને કહ્યું કે, “આ સમાચાર બિલકુલ ખોટા છે. ન્યાયની લડાઈમાં અમારામાંથી કોઈએ પીછેહઠ કરી નથી અને ન તો કરીશું. સત્યાગ્રહની સાથે રેલવેમાં પણ અમારી જવાબદારી નિભાવીશું.” જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.. મહેરબાની કરીને કોઈ ખોટા સમાચાર ન ફેલાવો.