MORBIMORBI CITY / TALUKO

ટંકારા – પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ડોક્ટર અને ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ નું  લોકાર્પણ કરાશે 

ટંકારા – પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ડોક્ટર અને ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ નું  લોકાર્પણ કરાશે

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા ખાતે પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ડોક્ટર અને ICU સગવડ સાથેની એમ્બ્યુલન્સ નું રવિવારે સાંજે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે . સવારે ગિરીરાજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયેલ છે

શ્રી પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ટંકારા તાલુકાના બિમાર અને જન્મ સાથે તાત્કાલિક સારવાર માટે ખસેડવા પડતા બાળકો માટે ફ્રી ICU ઓન વ્હીલ કાચની પેટી વેન્ટિલેટર અને ડોક્ટર સાથેની ફ્રી એમ્બ્યુલન્સ નુ 4 જુન ને રવિવારે સાંજે 5:30 કલાકે કડવા પાટીદાર સમાજ ભવન કલ્યાણપર ખાતે અનેક નામાંકિત અગ્રણીઓ ની હાજરીમાં કરવામાં આવશે.

પાટીદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ ટંકારા અને શ્રી ગીરીરાજ હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નિદાન કેમ્પનું લોકાર્પણ ના દિવસે સવારે 9 વાગ્યે થી 1 કલાક સુધી બાલાજી કોમ્પ્લેક્ષ લતીપર ચોકડી ખાતે આયોજન કર્યું છે જેમાં નામાંકિત ડોક્ટર વિના મૂલ્યે નિદાન અને દવા આપવામા આવશે ઉપરાંત છાતીમાં દુઃખાવો કે અન્ય બાબતોમાં સ્થાન પર ઈસીજી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા આવી છે. જેનો લાભ લેવા આયોજક મંડળ અને ટ્રસ્ટે અપિલ કરી છે.

[wptube id="1252022"]
Back to top button