
સુરતના કામરેજ વિસ્તારમાં રહેતી એક પરિણીતાનો કપડાં ઉતારતો વિડીયો ઉતારી તેણીને બ્લેકમેલ કરી તેની પાસેથી છ લાખ રૂપિયા પડાવ્યા ઉપરાંત તેણીની સાથે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું. પાલ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી આરોપી રવિ ચાવડાની ધરપકડ કરી છે. કામરેજ વિસ્તારમાં રહેતી એક મહિલા થોડા સમય પહેલા પોતાના પરિવાર સાથે રાજકોટ રહેતી હતી. બે વર્ષ પહેલા રાજકોટથી સુરત ખાતે શિફ્ટ થયા હતા. રાજકોટમાં તેમના ઘરની સામે રહેતો અને તેના પતિનો મિત્ર કટલરી અને તોરણનું કામ કરતો હતો.
કટલરી અને તોરણનું કામ કરતા વ્યક્તિએ આ મહિલાને whatsapp ઉપર ફોટો મોકલવાનું શરૂ કર્યું હતું. આ ફોટો મોકલવાને કારણે બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પતિનો મિત્ર હોવાને નાતે આ મહિલા પણ તે વ્યક્તિ સાથે વાતચીત કરતી હતી. આ દરમિયાનમાં આ મહિલા સુરતથી રાજકોટ ખાતે ગઈ હતી જ્યાં તે મહિલા કપડાં બદલતી હતી તે સમયે આ વ્યક્તિએ ચોરી છુપીથી એ મહિલાનો વિડીયો બનાવી લીધો હતો.
રાજકોટમાં રવિ ચાવડાએ આ મહિલાનો વિડીયો બનાવી લીધા બાદ આ વિડીયો વાયરલ કરવાની તે સતત ધમકી આપતો હતો. રવિ ચાવડા આ મહિલાને સતત ધમકી આપતો હતો અને તેની પાસે અભદ્ર માંગણી પણ કરતો હતો. રવિ મહિલા પાસેથી બ્લેકમેલ કરી રૂપિયા પણ પડાવતો હતો. ધીમે ધીમે કરીને રવિએ મહિલા પાસેથી આશરે 6 લાખ રૂપિયાથી વધુ રકમ પડાવી લીધી હતી. આ ઉપરાંત તેની સાથે તે વારંવાર દુષ્કર્મ પણ ગુજારતો હતો. આરોપી રવિ આટલાથી અટક્યો ન હતો. મહિલા જો આ વાત કોઈને કહેશે તો તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. રવિ આ મહિલા સાથે દુષ્કર્મ તો કરતો જ હતો સાથે સાથે તે મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો.










