KALOL(Panchamahal)PANCHMAHAL

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંતનો દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ કાલોલ ખાતે સંપન્ન.

તારીખ ૨૯ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા યુવતીઓનું સંગઠન એટલે ‘દુર્ગાવાહિની’જે સેવા-સુરક્ષા-સંસ્કાર દ્વારા હિન્દૂ યુવતીઓમાં હિન્દુત્વની ભાવના જાગૃત કરીને તેમને શારીરિક તેમજ બૌદ્ધિક રીતે સક્ષમ બનાવવા માટે દર વર્ષે શૌર્ય પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થતું હોય છે.પ્રશિક્ષણ વર્ગમાં યુવતીઓને શારીરિક વિષય યોગાસન,નિયુદ્ધ (કરાટે), દંડયુદ્ધ,લક્ષભેદ (રાયફલ),બાધા (ઓબ્સ્ટીકલ),સમતા,રમતો તેમજ બૌદ્ધિક વિષયો તથા ચર્ચા સત્ર, કૃતિ સત્ર, રાત્રિ સત્ર દ્વારા રાષ્ટ્રીય,ધાર્મિક અને વ્યક્તિત્વ નિર્માણ માટેનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.નવરચના ગુરુકુળ કાલોલ ખાતે શૌર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું. વર્ગના સાતમા દિવસે શનિવારે સાંજે કાલોલ નગરમાં ૨૦૦ કરતા વધુ યુવતીઓ દ્વારા ભવ્ય શૌર્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કાલોલના રાજમાર્ગો પર શૌર્ય ગીત અને જયકારા સાથે શૌર્ય પદયાત્રામાં સૌ નગરજનો જોડાયા હતા. ૭- દિવસથી ચાલતા આ પ્રશિક્ષણ વર્ગના સમાપન સમારોહ કાર્યક્રમ તા-૨૮/૦૫/૨૦૨૩ રવિવારે સાંજે રાખવામાં આવેલ હતો. આ સમાપન સમારોહમાં દુર્ગા સ્વરૂપા યુવતીઓને વર્ગ દરમિયાન કરાવેલ કાર્યોનો પ્રાત્યક્ષિક રજૂ કરવામાં આવ્યું હતું.મુખ્ય વક્તા તરીકે ડૉ. યજ્ઞાબેન જોષી ( દુર્ગાવાહિની ક્ષેત્રીય સંયોજિકા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર ) ઉપસ્થિત રહીને પ્રસંગોચિત માર્ગદર્શન આપવામાં આવેલ હતું. પ.પૂ. મહામંડલેશ્વર રામશરણદાસજી મહારાજા ( રામજી મંદિર કંજરી)એ આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં પ્રખંડ, જિલ્લા, વિભાગ, પ્રાંત અને ક્ષેત્રીય પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button