KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સહિત તાલુકા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા પતરા અને બોર્ડ ઉડયા,લાઈટો ગુલ થતા લોકોમાં ફફડાટ

તારીખ ૨૯ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સહિત તાલુકાના વિસ્તારોમાં મીની વાવાઝોડું ફુંકાતા અને ભારે પવનને લઈ વૃક્ષો પડવાના બનાવો અને મકાનો અને દુકાનોનાં પતરા ઉડી જતા ગભરાટનો માહોલ છવાયો હતો.હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી જે અંતર્ગત કાલોલ શહેર અને જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું જેમાં એકાએક અચાનક પલટો આવતાં રાત્રીના સાડા નવ કલાકે કાલોલ શહેરમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ ખાબકતા મકાનો અને દુકાનો પરના પતરા અને બોર્ડ હવામાં ઉડયા હતા. એટલું જ નહીં પરંતુ કાલોલ શહેર સહિત તાલુકાના અમુક જગ્યાઓએ વૃક્ષો પડવાના બનાવો બન્યા હતા અને લાઈટો ગુલ થઈ જતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.જાણવા મળતી વિગત મુજબ,ગત મોડીરાત્રીના સાડા નવ વાગ્યાના આસપાસ કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકાના વિસ્તારમાં મીની વાવાઝોડું ફુંકાયું હતું.જેમાં અચાનક ભારે પવન ફુંકાવાની સાથે જ વરસાદ ખાબક્યો હતો. ભારે પવનને લઈ મકાનો અને દુકાનોનાં પતરા ઉડી જતા ગભરાટનો માહોલ છવાયો હતો. તેમાં પણ લાઈટો ગુલ થતા અંધારપટ સર્જાયો હતો.જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.કાલોલ શહેરી વિસ્તારમાં ત્રણ કલાક સુધી લાઈટો ગુલ રહી હતી.જો કે ત્રણ કલાક પછી લાઈટો ચાલું થતા લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ રાત્રે એક કલાક સુધી ભારે પવનને લઈ ભારે ફફડાટ ફેલાયો હતો.

 

[wptube id="1252022"]
Back to top button