AHAVADANG

ડાંગ: માલેગામ ઘાટમાર્ગે ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં નાસિક તરફથી જેસીબી ભરી સુરત તરફ જઈ રહેલ ટ્રક ન.એમ.એચ.14.એચ.સી.5297 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ ટ્રકમાં હેવી જેસીબી ભરેલ હોય જેથી ટ્રક સહિત નવાકોર જેસીબી મશીનને જંગી નુકસાન થયુ હતુ. આ અકસ્માતનાં બનાવમાં ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button