
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
NCC નેવલ યુનિટ નવસારી દ્વારા પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે “મિશન લાઈફ સ્ટાઈલ” ની ઉજવણી કરવામાં આવી..
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 26મી યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26)માં મિશન લાઇફનો વિશ્વને પરિચય કરાવ્યો.”મિશન લાઇફ એ પર્યાવરણીય સભાન જીવનશૈલીનું સામૂહિક ચળવળ બની શકે છે. આજે જેની જરૂર છે તે માઇન્ડફુલ અને ડિસ્ટ્રેક્ટિવ કન્ઝમ્પશનને બદલે માઇન્ડફુલ અને ઇરાદાપૂર્વક ઉપયોગ કરવાની છે.”
મિશન લાઈફ સ્ટાઈલ ની ઉજવણીના ભાગરૂપે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દમણ અને બી કે એમ સાયન્સ કોલેજ વલસાડ અને નવસારી જિલ્લાની સરકારી શાળા કોલેજો ના એનસીસી નેવી ક્રેડિટ દ્વારા દરિયા કિનારાની સફાઈ કરવામાં આવી પૃથ્વીને અનુકૂળ એવા જળાશયો સ્વચ્છ રાખવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવી. એનસીસી ગ્રુપ હેડ કવોટર વડોદરાના નેજા હેઠળ 9 ગુજરાત એન સી સી નેવલ યુનિટ નવસારી દ્વારા મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જુદી જુદી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી સમગ્ર વિશ્વ જ્યારે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ ની ઉજવણી કરે છે ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન મુજબ પ્રત્યેક નાગરિક મિશન લાઇફની પ્રતિજ્ઞા લે અને પર્યાવરણને અનુકૂળ પોતાની જીવનશૈલી અપનાવે તે માટે શેરી નાટક ,ડિબેટ ,જનજાગૃતિ રેલી ,નિબંધ લેખન ,પોસ્ટર વગેરે દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા.
9 ગુજરાત એન સી સી નેવલ યુનિટ નવસારીના કમાન્ડિંગ ઓફિસર શ્રીમાન અમિત નૈન દ્વારા પીઆઇ સ્ટાફ મનીષકુમાર અને એનસીસી કેડેટને જનજાગૃતિ પ્રવૃત્તિ માટે અભિનંદન આપી આ પ્રવૃત્તિ પાંચમી જૂન સુધી સતત કાર્યરત રહેશે તેવું જણાવ્યું હતું. નવસારી ,દમણ અને આજુબાજુના સામાજિક કાર્યકરો અને પ્રકૃતિ પ્રેમીઓએ એનસીસીની આ સમગ્ર પ્રવૃત્તિને આવકારી હતી.





