
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી નુ ધોરણ 10 નુ 86.31 ટકા પરિણામ

મેઘરજ તાલુકામાં આવેલ શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી નુ શાળાનું 86.31 ટકા પરિણામ આવ્યું હતું જેમાં શાળામાં કુલ 95 વિધાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાં પ્રથમ ક્રમે પટેલ ભાગ્યકુમાર અનિલાભાઈ જેમણે 88.50 ટકા સાથે પર્સન્ટાઇલ રેન્ક 98.46 મેળવ્યો હતો બીજા ક્રમે પંચાલ ક્રેયા બેન ભાવેશભાઈ જેમણે 85 ટકા સાથે પર્સન્ટાઇલ રેન્ક 96.63 મેળવ્યો હતો અને ત્રીજા ક્રમે ગામેતી ચંદ્રેશકુમાર અરવિંદ ભાઈ જેમણે 83.50 ટકા સાથે પર્સન્ટાઇલ રેન્ક 95.66 મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ હતું જેમાં તમામ વિધાર્થીઓને ઇસરી હાઈસ્કૂલ ના આચાર્ય શ્રી કમલેશભાઈ પંચાલ તેમજ મંડળના પ્રમુખ મોતીભાઈ પટેલ અને મંત્રી શૈલેષભાઇ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળાના પરિવારે ધોરણ દસમા ઉત્તરણી થયેલ તમામ વિધાર્થીને પોતાની કારકિર્દી ને ઉજ્જવર બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી








