GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સેસન્સ કોર્ટમાંથી પત્નીના હત્યાના ગુનામાં પકડાયેલ પતિનો નિર્દોષ છુટકારો

MORBI:મોરબી સેસન્સ કોર્ટમાંથી પત્નીના હત્યાના ગુનામાં પકડાયેલ પતિનો નિર્દોષ છુટકારો

(અહેવાલ: જયેશ બોખાણી)

મોરબી તાલુકાનાં નવા જાંબુડીયા ગામે શકિતપરા વિસ્તારમાં મહિલાની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી જે કેસ મોરબીની સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે

આ કામે ફરીયાદ પક્ષના કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદીના માતા આરોપીના પત્નિ થાય છે અને ફરીયાદીના માતા ફરીયાદી સાથે રહેતા હતા અને તેના પિતા જીદી સ્વભાવના હોવાથી તેની માતા તેઓની સાથે રહેવા જતા ન હતા જેથી આરોપીએ ફરીયાદીની માતા સાથે અવારનવાર આ બાબતે બોલાચાલી કરી હતી અને તા. ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ સવારના આશરે સવા અગીયારેક વાગ્યાના સુમારે નવા જાંબુડીયા ગામે શકિતપરા વિસ્તારમાં ફરીયાદીના માતા મકાનમાં કપડા ધોતા હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ તેની ઉપર કુહાડી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી જે અંગેની મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવેલ હતી જેથી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપી હંસરાજભાઈ મોહનભાઈ વિંજવાડીયાની ધરપકડ કરી હતી જે કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા રોકાયેલ હતા અને આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વિગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. જેને ધ્યાને લઈને આરોપીના વકીલ એડવોકેટ જીતેન અગેચાણીયાની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં મોરબી જીલ્લાના એડવોકેટ જીતેન અગેચાણીયા, સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા રોકાયેલ હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button