
સિનોર તાલુકાના સાધલી ગામ ખાતે વડોદરા,ની ઇબ્રાહીમ બાવાની આઈટીઆઈ નાં પ્રોફેસરો દ્વારા એસએસસી પાસ ફેલ તાલીમાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે ની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇબ્રાહીમ બાવાની આઇ ટી આઇ સ્ટાફ દ્વારા આઇ ટી આઇ માં પ્રવેશ કેવી રીતે મેળવી શકાય તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. એસએસસી નું રિઝલ્ટ આવતા દસ પાસ નાં પાસ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી માટેનાં આગળના આયોજન ને લઇ આગોતરા માહિતી આપવામાં આવી હતી.
આ શિબિરમાં વિદ્યાર્થીઓ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.તે બદલ ઇબ્રાહીમ બાવાની આઇ ટી આઇ સ્ટાફ દ્વારા તમામ નો આભર માનવામાં આવ્યો હતો.
ફૈઝ ખત્રી…શિનોર
[wptube id="1252022"]