HALOLPANCHMAHAL

હાલોલની કલરવ શાળાનું ઝળહળતું પરિણામ આવ્યું.

તા.૨૫.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરના કંજરી રોડ પર આવેલ પ્રતિષ્ઠિત કલરવ શાળાનું ધોરણ 10 નું જળહળતું પરિણામ છેલ્લા 24 વર્ષથી આવી રહ્યું છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી અને ગૌરવ અનુભવાય રહ્યું છે.ચાલુ વર્ષે હાલોલ કેન્દ્રનું પરિણામ 54% આવેલ છે.ત્યારે કલરવ શાળાનું અંગ્રેજી માધ્યમનું 85% અને ગુજરાતી માધ્યમનું 85% પરિણામ આવ્યું છે.જેમાં ગુજરાતી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે અનુક્રમે નિર્મલ ઠાકોર (૯૯.૦૨(PR), દ્વિતીય ક્રમાંકે વૈભવી પ્રજાપતિ (૯૭.૫૦(PR), અને તૃતીય ક્રમાંકે શિવાંગી માલીવાડ (૯૭.૪૦(PR) સાથે આવેલ છે.જ્યારે અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે સુનિલ બારીયા(૯૮.૬૦(PR), દ્વિતીય ક્રમાંકે શુષ્ટિ પ્રજાપતિ (૯૭.૦૩(PR) અને તૃતીય ક્રમાંકે મયંક આનંદ (૯૫.૪૩(PR) આવેલ છે.શાળાનું સમગ્ર પરિણામ જોતા ગુજરાતી માધ્યમમાં A2 ગ્રેડમાં ૧૨,B1 ગ્રેડ માં ૧૭, B2 ગ્રેડમાં ૨૩, C1 ગ્રેડમાં ૨૦ અને C2 ગ્રેડમાં ૯ અને અંગ્રેજી માધ્યમમાં A2 ગ્રેડમાં ૪,B1 ગ્રેડમાં ૧૧,B2 ગ્રેડમાં ૧૫, C1 ગ્રેડમાં ૧૨ અને C2 ગ્રેડમાં ૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જે શાળાના શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શનને આભારી છે.કલરવ શાળા પરિવાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી.

 

[wptube id="1252022"]
Back to top button