
પોરબંદર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. પોરબંદરમાં એક જ અઠવાડિયામાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે. શહેરના ખીજળી પ્લોટ વિસ્તારમાં સરા જાહેર યુવક પર છરી મારીને હત્યા કરી દેવામાં આવી છે. છરી વડે કરવામાં આવેલા હુમલામાં યુવકનું મોત નિપજ્યુ છે.
જ્યારે નીતા બહેન ગઢવી નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. શું કાયદાનો કોઈને ડર રહ્યો નથી? સળગતો સવાલ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે યુવકના મૃતદહેને સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હત્યાનો ગુનો નોઁધીને આગળની તપાસ શરૂ કરી છે. યુવાનની ડાયરમાં હત્યા કરવામાં આવી હતી.
[wptube id="1252022"]