BHARUCH

જંબુસર ગણેશ ચોક પાસે મહિલાઓના ઉત્થાન માટે રોજગાર લક્ષી મીટીંગ યોજાઇ

જંબુસર ગણેશ ચોક પાસે મહિલાઓના ઉત્થાન માટે રોજગાર લક્ષી મીટીંગ યોજાઇ….
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવે મહિલા પણ પુરુષ સમોવડી બને તે માટે વિવિધ યોજનાઓ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. મહિલાઓ પગભર બને તેમનું જીવન આર્થિક રીતે પ્રગતિના પંથે આગળ વધે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. જે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા મહિલાઓને ગૃહ ઉદ્યોગ ની તાલીમ આપવામાં આવે છે. જે અંતર્ગત અગાઉ વુમન એન્ટર પ્રીનીયર શીપ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટે કેમ્પ યોજી તાલીમ આપવામાં આવી હતી. મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ સાથે સાંકળી પગભર કરવાના ભાગરૂપે જંબુસર ગણેશ ચૉક પાસે દીવા,એપ્રોન,ટોપી બનાવવા અંગે રોજગાર લક્ષી મીટીંગ યોજવામાં આવી હતી. આ પ્રસંગે પ્રોગ્રામ કોઓર્ડીનેટર ચંદુભાઈ પરમાર, મનીષાબેન પટેલ, મયુરીબેન પટેલ સહિત મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ બહેનો હાજર રહ્યા હતા
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button