
બહુ ઓછા જાણીતા ફિલ્મ અભિનેતા ફૂલ સિંહે દેશના દરેક રાજ્યમાં નરેન્દ્ર મોદીનું મંદિર બનાવવાની જાહેરાત કરી છે. ફૂલ સિંહનો દાવો છે કે, પોતે મોદીનું મંદિર બનાવવાની શરૂઆત મુંબઈથી કરશે અને પછી બિહાર સહિત અન્ય રાજ્યોમાં પણ મોદીનું મંદિર બનાવશે. ફૂલસિંહ મહારાષ્ટ્રમાં બિહાર પ્રકોષ્ઠના ભાજપ પ્રમુખ છે.
અમિત શાહની રેલીમાં ભાગ લેવા બિહાર પહોંચેલા ફૂલસિંહે દાવો કર્યો કે, મોદી માત્ર મનુષ્ય નથી પણ એક વિચારધારા નામ છે. તેમનામાં ખાસ શક્તિ છે કે જેના કારણે કાશી વિશ્વનાથ સહિતનાં દેશના મંદિરોની શિકલ બદલાઈ ગઈ છે. ફૂલ સિંહે મૂળ બિહારના બેગુસરાઈના છે. તેમણે કહ્યું કે બિહાર મારી જન્મભૂમિ છે અને મહારાષ્ટ્ર કર્મભૂમિ છે તેથી સૌથી પહેલાં હું આ બંને સ્થળે મંદિર બનાવીશ.
ભાજપનાં સૂત્રોનું માનવું છે કે, ફૂલસિંહને બિહારના રાજકારણમાં પગ જમાવવામાં રસ છે તેથી આ જાહેરાત કરી છે. ફૂલસિંહને કોઈ ઓળખતું નથી તેથી તેમના પ્રયત્નો ફળે એવી શક્યતા ઓછી છે.










