
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી શ્રી રાજેશભાઈ દેસાઈ ની અધ્યક્ષ સ્થાને જિલ્લા કારોબારીની બેઠક યોજાઇજિલ્લા કારોબારી બેઠકમાં દંડક વિજયભાઈ પટેલે ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓ ,પદાધિકારીઓને સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાજ્ય કેન્દ્રની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડવા કાર્યકર્તાઓ પોતાની જવાબદારી સમજી તેનો અમલ કરે તેમ જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખે આ પ્રસંગે જણાવ્યું હતુ કે સ્થાનિક સ્વરાજ્યની ત્રીસ્તરીય સ્તરે ભાજપનો ભગવો લહેરાયો છે જેથી વિકાસમાં વેગ આવ્યો છે. ધારાસભ્ય સંસદ સભ્ય પણ ભાજપનો હોય જિલ્લાના સર્વાંગી વિકાસને હરણફાળ ભરી છે.સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈએ કાર્યકર્તાઓને એકજુથ થઈ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું.તેમજ નરેદ્ર મોદીના કેન્દ્ર સરકારના સુશશનના નવ વર્ષ પૂર્ણ થતાં જિલ્લા સહિત તાલુકા મંડળ લેવલ અને બુથ,શક્તિ કેન્દ્ર પર સુશાસન દિવસના ભાગરૂપે 30 મે થી 30 જૂન સુધી કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઇ હતી.જિલ્લામાં એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.કારોબારી બેઠકમાં નવા વરાયેલા સંગઠનના હોદ્દેદારોને સંગઠન પ્રભારી રાજેશભાઈ દેસાઈ ,દંડક વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીત ,જિલ્લા સંગઠન પ્રમુખ કિશોરભાઈના હસ્તે નિમણુક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ ,સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.