JASDALRAJKOTVINCHCHHIYA

જસદણ અને વિંછીયા ખાતે યોજાનારા વિચરતી વિમુકત જાતિના આવાસ સહાયના કેમ્પ

તા.૨૨ મે

વાત્સલ્યમ્ સમાચાર

જસદણ અને વિંછીયા તાલુકાના વિચરતી વિમુકત જાતિના મફત પ્લોટ અને તેનો કબજો સોંપાયેલ અરજદારો માટે આવાસ સહાયના કેમ્પ ૨૫ મે ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે એ.ટી.વી.ટી રૂમ તાલુકા સેવા સદન જસદણ ખાતે તથા બપોરે ૩:૦૦ કલાકે એ.ટી.વી.ટી રૂમ તાલુકા સેવા સદન વિંછીયા ખાતે યોજાશે. જેની અરજી તલાટી મંત્રી અને વી.સી.ઈ મારફ્તે અથવા esamajkalayan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જસદણ પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button