SINOR

શિનોર બજાર સમિતિ ની ૧૬ બેઠકો માટે બે પેનલો વચ્ચે સામસામી જંગ..


શિનોર બજાર સમિતિ ની ૧૬ બેઠકો માટે બે પેનલો વચ્ચે સામસામી જંગ..

આગામી ૨૯ મેં ના રોજ યોજાનાર શિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની ચૂંટણી માં આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં, ચૂંટણી નું ચિત્ર સ્પષ્ટ થયું છે..ભાજપ પ્રેરિત પેનલ અને કોંગ્રેસ -ભાજપ મિશ્રિત પેનલ વચ્ચે કુલ ૧૬ બેઠકો માટે સીધો ચૂંટણી જંગ ખેલાશે..
શિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માં ખેડૂત, સહકારી ખરીદ વેચાણ મંડળીઓ અને વેપારી મત વિભાગની કુલ ૧૬ બેઠકો માટે ૪૫ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા..જે પૈકી આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન ૪૫ ઉમેદવારી ફોર્મ પૈકી ૧૩ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા હતા.. જેથી હવે ખેડૂત મત વિભાગની ૧૦ બેઠકો માટે ૨૦ , મંડળી મત વિભાગ ની ૨ બેઠકો માટે ૪,અને વેપારી મત વિભાગની ૪ બેઠકો માટે ૮ ઉમેદવારી ફોર્મ રહેતા ભાજપ પ્રેરિત પેનલ સામે કોંગ્રેસ -ભાજપ મિશ્રિત પેનલ વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાશે.. ભાજપ દ્વારા , જીલ્લા ભાજપ પ્રમુખ સતિષપટેલ ની સહી થી ભાજપ પ્રેરિત પેનલ ના ઉમેદવારો જાહેર કરાયા છે.. પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસ સાથે હાથ મિલાવી,ભાજપ પ્રેરિત પેનલ સામે, ઉમેદવારી નોંધાવનાર તમામ ભાજપ કાર્યકરોને પક્ષ દ્વારા ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવા સૂચના અપાઈ છે..અને સૂચના નો અમલ નહીં કરાય તો નજીક ના દિવસો માં ભાજપ પક્ષ દ્વારા તેઓને સસ્પેન્ડ કરાશે ની હકીકત જાણવા મળેલ છે.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button