કાલોલ કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંઘીની ૩૨મી પુણયતિથી નિમિત્તે પુષ્પાંજલી નો કાર્યક્રમ યોજાયો.

તારીખ ૨૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
૨૧ મી સદીના સ્વપ્ન દ્ર્ષ્ટી સ્વ. રાજીવ ગાંધીની ૩૨ મી પુણયતિથી નિમિત્તે સ્વ.રાજીવ ગાંઘી એ વિજ્ઞાન ટેકનોલજી નો વિજ્ઞાનિક દ્વષ્ટ્રીકોણ સાથે પર્યાવરણ પ્રત્યે પણ મહત્વપૂર્ણ પ્રદાન કરી દેશને વિવિધ ક્ષેત્રે અગ્રેશર રહે તે માટેની તેમની મહત્વની ભૂમિકા લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના માર્ગદર્શન હેથળ પંચમહાલ જિલ્લાના તમામ-તાલુકા શહેર મથકોએ આ નિમિતે સેવાકિય પ્રવૃત્તિઓ, શ્રઘ્ધા સુમનનો કાર્યક્રમો યોજી સ્વ.રાજીવજી ની દેશ સેવાઓને યાદ કરવા આયોજન કરવામાં આવ્યા હતા જે અંતર્ગત આજરોજ કાલોલ સરદાર ભવન કોંગ્રેસ હાઉસ ખાતે કાલોલ તાલુકા સહિત શહેર કોંગ્રેસના અગ્રણી આગેવાનો દ્વારા સરદાર ભવન કોંગ્રેસ હાઉસના કાર્યલય ખાતે સવારે ૧૧ કલાકે સ્વ.રાજીવ ગાંધીની દુર દર્શીને યાદ કરી શ્રધ્ધાંજલિ-પુષ્પાંજલિ કરવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર અને તાલુકા કોંગ્રેસ મહામંત્રી પ્રદ્યુમનસિંહ, કાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકકુમાર ઉપાધ્યાય સહિત શહેર કોંગ્રેસના પુર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા.