
ટંકારા : ઓટો રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમો ઝડપાયા

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સાવડી ગામથી નેકનામ જતા રોડ પરથી ઓટો રીક્ષા જીજે ૦૮ એટી ૬૭૫૨ વાળી પસાર થતા રિક્ષાને આંતરી તલાશી લેતા રીક્ષામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૫૦ લીટર દેશી દારૂ અને રીક્ષા સહીત કુલ રૂ ૭૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ રીક્ષામાં સવાર આરોપી રવિ સુરેશભાઈ બાભણીયા (ઉ.વ.૨૨) અને વિપુલ વિનુભાઈ પટેલ (ઉ.વ.૧૯) રહે બંને ઘંટેશ્વર રાજકોટ વાળાને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

[wptube id="1252022"]








