
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકને સંબોધતા અધિક નિવાસી કલેક્ટર શ્રી એસ.ડી.તબીયારે, જિલ્લાના જુદા જુદા વિભાગોના અમલીકરણ અધિકારીઓને પોતાના વિભાગની કામગીરીની વિગતો રજૂ કરી તેને સમય મર્યાદામા પુર્ણ કરવા જણાવ્યુ હતુ.
સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓની સમીક્ષા કરતા અધિક કલેક્ટરશ્રીએ એ.જી.ઓડિટના બાકી પેરા, સરકારી લેણાંની બાકી વસુલાત, તુમાર નિકાલ, નાગરીક અધિકાર પત્ર અન્વયે મળેલી અરજીઓ, બાકી પેન્શન કેસ, ગ્રામસભાના પ્રશ્નો, માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓ, સ્વચ્છ ભારત મિશન, સ્વાન્ત: સુખાય પ્રોજેકટ જેવા મુદ્દાઓની છણાવટ હાથ ધરી હતી.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમા પ્રાંત અધિકારી શ્રી આર.સી.ચૌહાણ, ઇ.ચા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ, તેમજ જિલ્લાના દરેક વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





