
બિહારના વૈશાલીના જંદાહા વિસ્તારમાં 4 દિવસ પહેલા ઘરેથી ગુમ થયેલી 9 વર્ષની બાળકીનો મૃતદેહ તેના જ ઘરની પાછળથી જપ્ત થયો. મૃતદેહમાંથી ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. મૃત બાળકીના દાદાએ જણાવ્યુ કે તેમની પૌત્રી ચોથા ધારોણમાં ભણતી હતી. 4 દિવસ પહેલા તે સ્કુલ ગઈ હતી પરંતુ ઘરે પાછી ફરી નહોતી. ખૂબ શોધખોળ કરી પરંતુ મળી નહીં. આજે તેનો મૃતદેહ જોઈને રૂંવાડા ઊભા થઈ ગયા. આશંકા છે કે તેની સાથે કંઈક ખોટુ થયુ છે. જે બાદ તેની હત્યા કરી દેવાઈ. પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને એસિડથી સળગાવી દેવાયો. એટલુ જ નહીં નરાધમોએ તેના જમણા હાથની ચાર આંગળીઓ પણ કાપી નાખી.
મૃતદેહ મળ્યા બાદ પરિજનોની હાલત ખરાબ થઈ ગઈ છે. તે સ્કુલ ડ્રેસ પહેરીને ઘરેથી નીકળી હતી. તેના દ્વારા જ ઓળખ થઈ શકી. શનિવારે સવારે મૃતદેહ મળ્યા બાદ વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. આસપાસના લોકોની ભીડ ભેગી થઈ ગઈ છે. માહિતી મળતા જંદાહા વિસ્તારની પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. મૃતદેહની હાલત જોઈને પોલીસે તાત્કાલિક FSL અને ડોગ સ્ક્વોડ ટીમ બોલાવી છે.
મહુઆ પોલીસે જણાવ્યુ કે બાળકીના ગુમ થવાની ફરિયાદ તેના પરિજનો દ્વારા જંદાહા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પોલીસે મામલાને ગંભીરતાથી લેતા FIR નોંધી ગુમ બાળકીની તપાસ શરૂ કરી દીધી હતી. બાળકી સ્કુલ જવા ઘરેથી નીકળી હતી પરંતુ પાછી ફરી નહીં. પોલીસે ખૂબ શોધખોળ કરી પરંતુ ભાળ મળી શકી નહીં. જે બાદ પરિવારજનોએ જ માહિતી આપી કે તેમની બાળકીનો મૃતદેહ ઘરની પાછળ ખેતરમાં છે. જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો. મૃતદેહ જોઈને જ જાણ થાય છે કે ગુનેગારોએ બાળકીની નિર્દયી હત્યા કરી છે. આ મામલે કેટલાક લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ ચાલુ છે.