
વિજાપુર એપીએમસી ની ચૂંટણી માં પક્ષ વિરોધી ચૂંટણી લડનાર ત્રણ અગ્રણીઓ સસ્પેન્ડ
સ્થાનીક રાજકારણ માં ગરમી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાની એપીએમસી ની ચૂંટણી માં ભાજપ દ્વારા ઉભી કરવામાં આવેલી પેનલ સામે પૂર્વ ધારાસભ્ય પીઆઇ પટેલે આગવી પેનલ ઉભી કરી નવ બેઠકો મેળવી હતી ભાજપ પક્ષના વિરોધ રહીને પૂર્વ ધારાસભ્ય પી આઈ પટેલ એપીએમસી ચૂંટણી લડવી ભારે પડતા ચૂંટણી લડનાર પી આઈ પટેલ,સુરેશભાઈ પટેલ અને ભરત પટેલ ને ભાજપમાંથી બરતરફ કરવામાં આવતા સ્થાનીક રાજકારણ માં ભારે ગરમી ઉભી થવા પામી હતી અગાઉ ના જિલ્લા પ્રમુખ જશુ ભાઈ પટેલે ખુલાસો કરવા ત્રણ અગ્રણીઓ ને કારણ દર્શક નોટીસ આપી હતી જેનો સુરેશભાઈ પટેલ પીઆઇ પટેલ દ્વારા જવાબ કરી ખુલાસો કરવામાં આવ્યો હતો તે સમય દરમ્યાન જિલ્લા પ્રમુખ માંથી જશુ ભાઈ પટેલે રાજીનામુ આપતા સસ્પેન્ડ માટે નો નિર્ણય અટવાઈ પડ્યો ત્યાર બાદ જીલ્લા ના ભાજપ પક્ષ નવા પ્રમુખ ગીરીશ રાજગોર દ્વારા ચાર્જ સંભાળતા ની સાથે જ ત્રણ ભાજપના અગ્રણીઓ ને પક્ષ માંથી સસ્પેન્ડ કરવા નો પત્ર લખી નોટીસ આપતા સ્થાનીક રાજકારણ માં ભારે ગરમી ઉભી થવા પામી છે જોકે આ ત્રણ સભ્યો ને સસ્પેન્ડ કરવા માં આવ્યા છે જોકે ત્રણ સભ્યો પૈકીના સુરેશભાઈ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખને લખાયેલો પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જે પત્રમાં તાલુકા માં વકરેલ ભાજપના જૂથ ઉભો કરવામાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને અન્ય ભાજપ અગ્રણીઓ સામે સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે અને જીલ્લા ભાજપને તેઓએ આપેલા જવાબોના અંતર્ગત પ્રદેશ માં મોકલી તેની ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ ત્રણ અગ્રણી ઓને સસ્પેન્ડ કરી દેવતા તાલુકાના સ્થાનીક રાજકારણ માં ખળભળાટ ઉભો થવા પામ્યો છે