HALOLPANCHMAHAL

હાલોલ:આડેધડ પાર્કિંગ કરવામાં આવતા વાહનો બન્યા માથાનો દુખાવો,રોડની કામગીરી કરવામાં થઈ રહેલા વિલંબથી જનતા પરેશાન

તા.૧૮.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલના વડોદરા રોડ ઉપર આવેલ દ્વારકેશ ચેમ્બર ની બહાર રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરવામાં આવતા વાહનો માથાનો દુખાવો બન્યા છે.રોડ ની કામગીરી કરવામાં થઈ રહેલા વિલંબ થી હાલોલ ના લોકો પરેશાન થઈ ગયા છે.જેને લઇ આજે રોડ ની કામગીરી ફરી ચાલુ કરવા માટે ડસ્ટ નાખવામાં આવતા એક તરફનો માર્ગ બંધ થઈ જવા પામ્યો છે.જેના કારણે બસ સ્ટેન્ડ થી કંજરી ચોકડી સુધી ભારે ટ્રાફિક ઉભો થતા સ્થાનિક પોલીસે ટ્રાફિક નિયમન કરાવવું પડ્યું હતું. દ્વારકેશ ચેમ્બરમાં પાર્કિંગ ની વ્યવસ્થાના અભાવે બહાર રોડ ઉપર આડેધડ ખડકી દેવતા વાહનોને કારણે ભારે સમસ્યા ઉભી થઇ રહી છે.હાલોલ શહેરીજનો ની સુવિધા માટે વિધાનસભા ની ચૂંટણી પહેલા સાત કરોડ ના ખર્ચે ગોધરા અને વડોદરા તરફના મુખ્ય રસ્તા ના નવીનીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.અને ચૂંટણી બાદ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી પરંતુ માર્ચ મહિનામાં કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા પછી પુનઃ શરૂ કરવામાં ન આવતા છેલ્લા અઢી મહિનાથી હાલોલ ની પ્રજા આ રોડ ની અધૂરી કામગીરી ને કારણે ત્રસ્ત બની છે.આજે આ રોડ બનાવવાની કામગીરી ફરી શરૂ કરવા માટે રોડ ઉપર ડસ્ટ ના ઢગલા કરવામાં આવતા મુખ્ય માર્ગ નો એક તરફ નો ટ્રેક મોટા વાહનો માટે બંધ થઈ જતા ટ્રાફિક ની સમસ્યા ઉભી થઇ છે.કલાકો સુધી વાહન ચાલકોને પોતાના વાહનો લઈને રોડ ઉપર ફસાઈ રહેવું પડે તેવી સ્થિતિ ઉદ્દભવી છે.વડોદરા રોડ ઉપર આવેલ દ્વારકેશ ચેમ્બર ની બહાર આડેધડ કરવામાં આવતું પાર્કિંગ માથાનો દુખાવો બન્યું છે.

[wptube id="1252022"]
Back to top button