
માળીયાહાટીના માં વિના મૂલ્ય નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો
માળીયાહાટીના માં આજે .વણિક વાડી ખાતે રણ છોડ દાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને રિઝવાન આડતિયા ફાઉન્ડેશન આશીર્વાદ ટ્રસ્ટ માળીયા હાટીના ના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્ય નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો. બ્રહ્માકુમારી ના મીતાબેન એ દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પ ને ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મહેન્દ્રભાઈ ગાંધી હમીરસિંહભાઈ સિસોદિયા નાગરદાસ ભાઈ કાનાબાર જયેશભાઈ લખલાણી ભુરાભાઈ સિસોદિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
આ કેમ્પ મા 150 થી પણ વધારે દર્દીઓએ લાભ લીધો હતો રણછોડદાસ બાપુ આંખના તબીબોની ટીમે ઝીણવટ ભરી આંખની તપાસ કરી હતી
આ કેમ્પ ને સફળ બનાવવા મહેન્દ્રભાઈ ગાંધી દેવાનંદભાઈ સોલંકી શીરાજભાઈ સમનાણી ભઈલાભાઈ અને રિઝવાન અડતિયા ફાઉન્ડેશનના સ્ટાપે ભારે મહેનત ઉઠાવી હતી
રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળીયા હાટીના
મો..9510435234










