
વિજાપુર પિલવાઈ ફૂલવાડી બસ ડેપો પાસે અકસ્માતમાં ટ્રેકટર માં બેઠેલા મજૂર નું મોત

પાંચ ને જણા ને ઇજા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઈ ફૂલવાડી બસ ડેપો નજીક ફતેહપુરા થી પૂડા ભરી વેડા તરફ જઈ રહ્યુ હતુ તે સમય દરમ્યાન હિમતપુરા ની સ્વીફ્ટ કાર ટ્રેકટર ની ટ્રોલી સાથે અથડાઈ જતા રીક્ષા સ્વીફ્ટ કાર અને ટ્રેકટર નો અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેકટર માં બેઠેલા યુવક પડી જતા તેનુ મોત નીપજ્યું હતું જેને પીએમ માટે સીવીલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જયારે અન્ય એક મજૂર ને ઇજા તેમજ સ્વીફ્ટ કારમાં બેઠેલા ચાર ને ઇજા થઇ હતી જેઓને હિંમતનગર સારવાર માટે લઈ જવાયા હતા જોકે મજૂરી કરી પરિવાર નો ગુજરાન ચલાવતા યુવક મોત થી બે બાળકો સાથેનો પરિવાર નિરાધાર બન્યો હતો અંગે મળતી માહિતી મુજબ વેડા ગામના બાબુ ભાઈ લવજી ભાઈ ઉંમર વર્ષ 30 વર્ષ નુ અકસ્માતમાં મોત થતા બે બાળકો નો પિતા ના મોત થી છત્ર છાયા ગુમાવી હતી તો સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રોજ સાંજ ના સમયે મહેસાણા થી પીલવાઈ જવાના રોડ ઉપર ફૂલવાડી બસ સ્ટેશન પાસે રાજરાજેશ્વરી હોટલની નજીક ટ્રેક્ટર તથા સ્વીફ્ટ ગાડી તથા પીલવાઈ ગામની રીક્ષા એમ ત્રણ સાધનોનું ની વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષા ને થોડું નુકસાન થયેલું છે જ્યારે મહેસાણા તરફથી આવી રહેલી સ્વીફ્ટ કાર ની આગળ ઘાસચારાના પુળા ભરી ને જઈ રહેલ ટ્રેક્ટર ને સ્વીફ્ટ કાર ની ટક્કર વાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત માં ઇજાગ્રસ્ત થયેલ બે બાળકો સહિત ૪ લોકોને ૧૦૮ મારફતે સારવાર માટે સ્થાનીક રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઇજાઓ ને કારણે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માત ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી પંચનામું કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી કાર માં બેઠેલા ઇજા ગ્રસ્ત થયેલા કબીર રમેશભાઈ પરમાર ૩ વર્ષ ,જીયાન ભાઈ પરમાર ૫ વર્ષ , ચૌધરી વિજયભાઈ શીવાભાઈ ૩૦ વર્ષ , રમેશભાઈ ડાયાભાઈ ૩૧ વર્ષ ,તમામ રહે હિંમતપુરા વાળા હાલ હિંમતનગર સારવાર હેઠળ છે જયારે
ટ્રેકટર માં બેઠેલા મજૂર બાબુ ભાઈ લવજી ભાઈ રાવળ રહે વેડા નુ મોત નીપજતાં રેફરલ હોસ્પિટલમાં લાવી પીએમ કરવામાં આવ્યું હતુ જ્યાં મૃતક ના પરિવાર જનો માં ભારે ગમગીની ફેલાઈ હતી





