MORBIMORBI CITY / TALUKO

મોરબી -અજયભાઈ લોરિયા દ્વારા ફરી એક વાર સેવાનું ઉમદા કાર્ય કર્યું

Morbi સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન ફાઉન્ડર અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા પોતાની સેવા-સુશ્રુષાને કારણે ગુજરાતભરમાં નામના હાંસલ કરી ચુક્યા છે. અને તેમના સેવા કર્યોની સુવાસથી જાણીતા નેતા-અભિનેતા પણ પ્રભાવિત થયા છે. ત્યારે મોરબીની એક જરૂરિયાતમંદ વિદ્યાર્થી હાલ ધોરણ-૮માં અભ્યાસ કરે છે. પૈસાની તંગીને પગલે દીકરીના અભ્યાસમાં અવરોધ થતો હતો.

જે વાત અજયભાઈ લોરીયાના ધ્યાને આવતા સત્વરે તેમણે શહેરની ખાનગી શાળાનો સંપર્ક કર્યો હતો અને દીકરીની આગામી ૩ વર્ષની ફી રૂપિયા ૪૦,૫૦૦ ભરી દીધી હતી. એટલું જ નહિ દીકરીના SSC સુધીના અભ્યાસની જવાબદારી અજય લોરીયાએ ઉઠાવી હતી. ત્યારે હાલ અજયભાઈના આ સેવા કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button