
તા.૧૪.મે
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
આજે સમગ્ર વિશ્વ ભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે પંચમહાલનાં ગોધરા અને હાલોલમાં પણ મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત ઇ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસ સંચાલિત તમામ પ્રોજેકટ તરફથી મધર્સ ડે ની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. જેમાં ઇમરજનસી સેવા સાથે સંકળાયેલ કર્મચારીઓ અને તેમની માતાઓનું મેડિકલ ચેકઅપ કરવામા આવ્યું હતું.જ્યારે હાલોલ અને ગોધરા ખાતે યોજાયેલ કેમ્પમાં મોબાઈલ હેલ્થ યુનિટ ની મેડીકલ ટીમ દ્વારા માતાઓ નું બ્લડ ટેસ્ટ, સુગર, બ્લડ પ્રેશર, હિમોગ્લોબીન આંખો ની તપાસ સાથે ચેકઅપ કરી આરોગ્ય રિપોર્ટ આપવામા આવ્યો હતો.આ રીતે માતાઓ પોતાના આરોગ્ય બાબતે સભાફેનતા કેળવી શકે અને તંદુરસ્ત રહી શકે.અભયમ પંચમહાલ ગોધરા અને હાલોલ ની ટીમે લાભ લીધો હતો.આરોગ્ય સભાનતા સાથે નો મધર્સ ડે ની ઉજવણી નો પ્રસંગ અનોખો બની રહ્યો હતો.અને મધર્સ ને ફૂલ અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.










