KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની મલાવ ચોકડી પાસે ગેરકાયદેસર રીતે કવાર્ટસ પાવડર ભરી જતી ટ્રક ખાણ ખનીજ વિભાગે ઝડપી.

તારીખ ૧૨ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગ ની ક્ષેત્રીય ટીમ ગુરૂવારે રાત્રે પેટ્રોલીંગ દરમિયાન કાલોલ ગોધરા હાઈવે પરથી પસાર થતી હતી ત્યારે કાલોલ તાલુકાના મલાવ ચોકડી પાસે થી એક ટ્રક નં જીજે ૨૪ યુ ૩૮૯૩ ને રોકી તપાસ કરતા ટ્રક મા સિરામીક અને કાચ તથા ટાઈલ્સ ઉદ્યોગ મા ઉપયોગ મા લેવાતો કવાર્ટસ પાવડર ની બેગો ભરેલી જોવા મળેલ જે બાબતે ખનીજ વિભાગે પાસ પરમીટ માંગતાં કોઈ પરમીટ જોવા મળી નહોતી જેથી ખનીજ વિભાગ ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજ દ્વારા ટ્રક ને કાલોલ પોલીસ મથકે લેવડાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી કુલ ૨૦ ટન જેટલો પાવડર તેમજ ટ્રક એમ કુલ મળીને રૂ ૨૦ લાખની કિંમતનો મુદ્દામાલ સાથે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button