
સબ….
ચીખલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કોન્સ્ટેબલે પોતાને ફાળવાયેલા પોલીસ ક્વાર્ટર્સમાં જ આત્મહત્યા કરી લીધાનો કિસ્સો બહાર આવતા જ ચકચાર મચી જવા પામી છે.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી
ચીખલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે. કોન્સ્ટેબલ સંજય પટેલે પોતાને ફાળવાયેલા પોલીસ ક્વાર્ટર્સમાં જ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે. હે.કોન્સ્ટેબલ સંજય પટેલ ચીખલી પોલીસ મથક માં પી.એસ.ઓ તેમજ બીટ જમાદાર તરીકે ફરજ બજાવતા હતા
કેટલાંક દિવસથી બીમાર પણ રેહતા હતા..
હાલમાં સતત કેટલાંક દિવસથી બીમાર હોવાના કારણે કંટાળીને હે,કોન્સ્ટેબલ સંજય પટેલે આત્મહત્યા કરી લીધી હોય એવું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે.
સંજય પટેલનો મૃતદેહ PM માટે ખેસેડાયો છે અને પોલીસ આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ હેડકોન્સ્ટેબલના આત્મહત્યાથી ચીખલી પોલીસ સ્ટેશનના કર્મીઓ અને જિલ્લા પોલીસ બેડામાં પણ શોક વ્યાપી ગયો છે.






