
- ટંકારા: તા.10/5/23 ટંકારામાં શાક માર્કેટ માં આવેલ ઓવર હેડ ટાંકી ની સીળી નવી બનાવવા સરપંચ ગોરધનભાઇ ખોખાનીએ માંગણી કરેલ છે.
ટંકારા ગામે દેરી નાકે અને બીજો ગામ મધ્યે શાક માર્કેટ પાસે આશરે ત્રીસ વરસ જૂની ઓવર હેડ ટાંકી અને પાણીનો સંપ આવેલ છે .જેના વડે ટંકારા ગામને પાણીનું વિતરણ કરવામા આવે છે.
હાલમાં ઉનાળાનું વાતાવરણ હોય હિરાપર પાણીના સંપે થી ટંકારા ને મળતા પાણીની આવક ઓછી હોય, પાણી પુરવઠા વિભાગ દ્વારા તાજેતરમાં પાણીનું મીટર મુકવામાં આવેલ હોય. પાણીની મોટર અવાર નવાર બળી જતી હોય, હાલમાં શાક માર્કેટ પાસે આવેલ ઉપર નો પાણીનો ટાંકો ભરવા માટેની પાઈપ લાઈન તુટી ગઈ છે. જે છેક ઉપરના ભાગમાં હોય, ઉપર ચડવાની સીડી પણ એકદમ જર્જરિત થઇ ગઇ હોય, તેની વેલીડિટી પણ પુરી થઈ ગઈ હોય, અત્યંત જોખમી હાલતમાં છે, છતાંય ટંકારા ગામ નો પાણી પુરવઠો ખોરવાય ના જાય, ગામને પાણી યથાવત મળતું રહે તે હેતુ થી ઉપસરપંચ પ્રતિનિધિ હેમંતભાઈ ચાવડા અને ગ્રામ પંચાયત ના ઈલેક્ટ્રીશિયન વાલજીભાઈ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે જોખમ ઉઠાવી છેક ઉપરના ભાગે તુટેલી પાણીની પાઈપ લાઈન રીપેર કરી હતી. અને ખોરવાયેલા પાણી વિતરણ ને યથાવત ચાલુ કર્યું હતું.
પાણીના સંપ ઉપર ચડવાની સીડી જર્જરીત થયેલ હોય ટંકારા ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી શ્રી હરદેવસિંહ જાડેજા એ ટંકારાના મદદનીશ ઇજનેર શ્રી પાર્થભાઈ પટેલ ને બોલાવી સ્થળ તપાસ કરાવી તાત્કાલિક યોગ્ય કરવા જણાવ્યું હતું.
સીડી ને તાત્કાલિક તોડી નવી બનાવવાં સરપંચ શ્રી ગોરધનભાઈ ખોખાણીએ તાલુકા, જિલ્લા અને પાણી પુરવઠા વિભાગ ને પણ લેખીત અને મૌખીક રજુઆત કરેલ છે.

[wptube id="1252022"]





