KALOL(Panchamahal)PANCHMAHAL

શૈક્ષણિક પ્રવૃત્તિઓના આધારે અનેક પુરસ્કારો,સન્માનો તથા એવોર્ડઝ્ મેળવી ગુજરાત ભોઈ સમાજ ને ગૌરવ પ્રદાન કર્યું

તારીખ ૧૦ મે

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

આજે શિક્ષણને સ્માર્ટ તથા ટેક્નોલોજીથી યુક્ત બનાવવાના અનેક પ્રયત્નો દિન-પ્રતિદિન થતાં જ રહ્યા છે.વળી ટેક્નોલોજીના વ્યાપના કારણે શિક્ષણ મોંઘુ થવા પામ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલી ગોરા(ન.પુ.વ.)પ્રાથમિક શાળાના આચાર્ય તથા મુળ મહિસાગર જિલ્લાના કોઠંબા ગામના વતની એવા શાંતિલાલ કોદરભાઈ ભોઈ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી કરવામાં આવેલ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓના આધારે અનેક પુરસ્કારો,સન્માનો તથા એવોર્ડઝ્ મેળવી સમગ્ર શિક્ષક સમાજ તથા ગુજરાત ભોઈ સમાજને ગૌરવ પ્રદાન કર્યું છે. ગુજરાતી માધ્યમમાં સમાવિષ્ટ ધોરણ ૩ થી ૫ના કુલ ૧૪ વિષયોના કુલ ૨૧૦ એકમોના તથા અંદાજિત ૨૫૦૦ પાનાની શિક્ષણ સામગ્રીને માત્ર ૧૮ જ પાનામાં સમાવી કુલ ૨૧૦ QR કોડનું નિર્માણ કરી શિક્ષણને રસસભર,આનંદદાયી તથા ટેક્નોલોજી યુક્ત બનાવી બાળકોના હાથવગુ કરી દીધું છે. આવા ઉત્સાહી શિક્ષકની પ્રવૃત્તિને સમગ્ર ગુજરાત રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સન્માન પ્રાપ્ત થયું છે. શિક્ષકને વર્ષ ૨૦૧૯-૨૦માં “બાળપણને વિકસાવીએ”પ્રોજેક્ટ અંતર્ગત NCERT તથા NIEPA રાષ્ટ્રીય કક્ષાએ સન્માન પ્રાપ્ત થયું હતું. વર્ષ ૨૦૨૩માં “ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ”સર્ટીફિકેટ એનાયાત કરી રાષ્ટ્રીય કક્ષાનું સન્માન આપ્યું હતું. ઉપરાંત વર્ષ ૨૦૨૩માં જ ભવ્યા ફાઉન્ડેશન,જયપુર દ્વારા આયોજીત રાષ્ટ્રીય કક્ષાનો “હિન્દ શિરોમણિ એવોર્ડ” પણ પ્રાપ્ત થયો હતો.વળી વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ એમ સતત બે વર્ષ સુધી તેઓની નવતર પ્રવૃત્તિઓને રાજ્ય કક્ષાના ઈનોવેશન ફેરમાં સ્થાન પ્રાપ્ત થતાં શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવી હતી. એટલું જ નહી વર્ષ ૨૦૨૧-૨૨માં ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન,અમદાવાદ દ્વારા તેઓની ટેક્નોલોજીયુક્ત નવીન પહેલને આધારે ઋણ સ્વીકાર સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું તથા વર્ષ ૨૦૨૨માં તેઓને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સાંદીપની વિદ્યાનિકેતન પોરબંદર ખાતે આયોજીત“ગુરૂ ગૌરવ એવોર્ડ” આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

[wptube id="1252022"]
Back to top button